Wednesday, November 9, 2022

નજરના જામ છલકાવીને | Najarna Jam Chalkavi Chalya Kya Tame

નજરના જામ છલકાવીને
                    ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને
                    ચાલ્યા ક્યાં તમે
નજરના જામ છલકાવીને,....

તમને બોલાવે પ્યાર તમે ઉભા રહો
દિલના ખુલ્લાછે દ્વાર તમે ઉભા રહો
તમે ઉભા રહો.....તમે ઉભા રહો....
જીવનને,....જીવનને આંગણે આવીને
     ચાલ્યા ક્યાં તમે....નજરના જામ..

મારી થઈ ગઈછે ભુલ મને માફ કરો
મેતો આપ્યાછે ફુલ મને માફ કરો (2)
પ્રણયના,...પ્રણયના ફુલ કરમાવીને
     ચાલ્યા ક્યાં તમે....નજરના જામ..

થઈને પુનમની રાત તમેઆવ્યા હતા
થઈને જીવન પ્રભાત તમેઆવ્યા હતા
વિરહની,...વિરહની આગ સળગાવીને
     ચાલ્યા ક્યાં તમે....નજરના જામ..