Thursday, April 25, 2019

લાડકડીના લગનિયાં લેવાય || Ladakdina Laganiya Lyrics || Lagna Geet Lyrics

લાડકડીના લગનિયાં  લેવાય   રે...
    ને  હૈયે હરખ ન માંય,...  રે...
અમ ઘેર અવસરીયો ઉજવાય   રે..
   ને  હૈયે હરખ ન માંય,...  રે..
         લાડકડીના...

પેલા પેલા ગણપતિ સ્થપાય,..રે..
ગણપતિના પૂજન પાઠ મડાંય રે..
વેલાવેલા વિઘન કરજો વિદાયરે..
        લાડકડીના...

લગન એતો જબરો યગન કેવાયરે,
આઅવસરિયે ગીતમધુરા ગવાયરે,
કંકુકેસર ચોખાના સાથિયા પુરાય રે,
       લાડકડીના...

હે..વાગ્યા..રે || He Vagya Re Vagya Lyrics || Lagna Geet Lyrics

હે......વાગ્યા....રે.....વાગ્યા....
વગ્યા વાગ્યા ઢોલ શરણાયું ના સુર રે,
અવસર આવ્યો આંગણેં રે લોલ....(2)

હે.......તેડો......રે.....તેડો
તેડો રે તેડો ગણપતિ દેવ ને આજ રે,
રિદ્ધિ ને સિદ્ધિ સાથમાં રે લોલ.....(2)

હે.......તેડો......રે.....તેડો
તેડો રે તેડો કુળદેવી માત ને આજ રે,
અંતરના આશિષ આપવારે લોલ..(2)

હે......રમતા....રે....બેની....
રમતાં  બેની   માંડવડા ની  હેઠ  રે,
પિયુજી આજે લઈ જશે રે લોલ...(2)


Wednesday, April 24, 2019

ભલે આવ્યા રે || Bhale Avya Re Lyrics || Lagna Geet Lyrics

ભલે આવ્યા રે ભલે આવ્યા રે
તમે સુરત ના શેઠિયા ભલે આવ્યા રે
નથી લાવ્યા રે નથી લાવ્યા રે
તમે હાર ઉપર હાંસડી નથી લાવ્યા રે

નઈ ચાલે રે નઈ ચાલે રે
આ મોટેરા ના માંડવે નઈ ચાલે રે

ભલે આવ્યા રે ભલે આવ્યા રે
તમે અમદાવાદી મહાજન ભલે આવ્યા રે
નથી લાવ્યા રે નથી લાવ્યા રે
તમે હાંસડી ઉપર બંગડી નથી લાવ્યા રે

ભલે આવ્યા રે ભલે આવ્યા રે
તમે સુરત ના શેઠિયા ભલે આવ્યા રે
નથી લાવ્યા રે નથી લાવ્યા રે
તમે કાંબી ઉપર કડલી નથી લાવ્યા રે



Monday, April 22, 2019

પ્રથમ શ્રી ગણેશ બેસાડો || Pratham Shree Ganesh Besado Lyrics || Lagna Geet Lyrics

પ્રથમ શ્રી ગણેશ બેસાડો રેં મારા ગણેશ દુંદાળા,
ગણેશ દુંદાળા ને વાને રૂપાળા   (2)
ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા
   પ્રથમ શ્રી ગણેશ,........

તેત્રીશ કરોડ દેવતા સીમડીએ આવ્યા (2)
હરખ્યા છે ગોવાળોના મનડાં રે,મારા ગણેશ દુંદાળા,
   પ્રથમ શ્રી ગણેશ,........

તેત્રીશ કરોડ દેવતા પાદરે આવ્યા (2)
હરખ્યા છે પનિહારી મનડાં રે,મારા ગણેશ દુંદાળા,
    પ્રથમ શ્રી ગણેશ,........

તેત્રીશ કરોડ દેવતા ડેલીએ આવ્યા (2)
હરખ્યા છે ઢોલીડા મનડાં રે,મારા ગણેશ દુંદાળા,
    પ્રથમ શ્રી ગણેશ,........

તેત્રીશ કરોડ દેવતા માંડવડે આવ્યા (2)
હરખ્યા છે વર કન્યાના મનડાં રે,મારા ગણેશ દુંદાળા,
    પ્રથમ શ્રી ગણેશ,........

વાગે રે વાગે આજ || Vage Re Vage Aaj Nobat Vage Lyrics || Lagna Geet Lyrics

વાગે રે વાગે આજ નોબત વાગે
મારે ઘેર આનંદ પધારો વિનાયક,
  વાગે રે વાગે,.....


આજ વિનાયક કોના ઘેર નીસર્યા

આજ વિનાયક,.........ઘેર નીસર્યા
રૂમઝૂમ પગલે પધારો વિનાયક
  વાગે રે વાગે,.....


આજ વિનાયક કોના ઘેર નીસર્યા

આજ વિનાયક,.........ઘેર નીસર્યા
કુમકુમ પગલે પધારો વિનાયક
   વાગે રે વાગે,.....


આજ લાડકડી ના લગન લેવાણાં

આજ,........... ના લગન લેવાણાં
આશિષ  દેવા  પધારો  ગજાનંદ
    વાગે રે વાગે,.....


શુભ અવસર ઘર આયો || Shubh Avsar Ghar Aayo Lyrics || Lagna Geet Lyrics

શુભ અવસર ઘર આયો,
                  આવોજી મારા ગણપતિ દેવા,
મંગળ  કુશળ  સજાવો,
                  આવોજી મારા ગણપતિ દેવા,

પ્રથમ નિમંત્રણ તમને ભગવાન,
                         રિદ્ધિ સિદ્ધિ સંગ હોવે ઘેર ભગવાન,(2)
     અબ નહિ દેર લગાવો (2)...હો...હો...
            આવોજી મારા ગણપતિ દેવા,
                   શુભ અવસર ઘર આયો,

પાવન અવસર આવ્યો ગજાનંદ,
                      ખુશિયાં સારી આજ ઘર આંગન,
સંપન્ન કારજ કર જાઓ,
                    આવોજી મારા ગણપતિ દેવા,
 શુભ અવસર ઘર આયો,

    ગણેશ સ્તુતિ 

ગણેશ પાટ બેસાડીએ || Ganesh Pat Besadiye Lyrics || Lagna Geet Lyrics

ગણેશ પાટ બેસાડીએ, ભલા નીપજે પકવાન
સગા  સંબંધી  તેડીએ, જો પુજ્યાં હોય મોરાર...

જેને તે આંગણ પીપળો, તેનો તે ધન્ય અવતાર
સાંજ  સવારે  પૂજીયે, જો પુજ્યાં હોય મોરાર...

જેને તે આંગણ ગાવડી, તેનો તે ધન્ય અવતાર
સાંજ  સવારે દોહી વળે,  જો પુજ્યાં હોય મોરાર...

જેને તે આંગણ  દિકરી,  તેનો તે ધન્ય અવતાર
સાચું સુરયુ ધન વાપરે,  જો પુજ્યાં હોય મોરાર...

જેને  તે  પેટે  દીકરી,  તેનો તે ધન્ય અવતાર
વહુ  વારુ  પાયે  પડે,  જો પુજ્યાં હોય  મોરાર...