Monday, April 22, 2019

વાગે રે વાગે આજ || Vage Re Vage Aaj Nobat Vage Lyrics || Lagna Geet Lyrics

વાગે રે વાગે આજ નોબત વાગે
મારે ઘેર આનંદ પધારો વિનાયક,
  વાગે રે વાગે,.....


આજ વિનાયક કોના ઘેર નીસર્યા

આજ વિનાયક,.........ઘેર નીસર્યા
રૂમઝૂમ પગલે પધારો વિનાયક
  વાગે રે વાગે,.....


આજ વિનાયક કોના ઘેર નીસર્યા

આજ વિનાયક,.........ઘેર નીસર્યા
કુમકુમ પગલે પધારો વિનાયક
   વાગે રે વાગે,.....


આજ લાડકડી ના લગન લેવાણાં

આજ,........... ના લગન લેવાણાં
આશિષ  દેવા  પધારો  ગજાનંદ
    વાગે રે વાગે,.....


શુભ અવસર ઘર આયો || Shubh Avsar Ghar Aayo Lyrics || Lagna Geet Lyrics

શુભ અવસર ઘર આયો,
                  આવોજી મારા ગણપતિ દેવા,
મંગળ  કુશળ  સજાવો,
                  આવોજી મારા ગણપતિ દેવા,

પ્રથમ નિમંત્રણ તમને ભગવાન,
                         રિદ્ધિ સિદ્ધિ સંગ હોવે ઘેર ભગવાન,(2)
     અબ નહિ દેર લગાવો (2)...હો...હો...
            આવોજી મારા ગણપતિ દેવા,
                   શુભ અવસર ઘર આયો,

પાવન અવસર આવ્યો ગજાનંદ,
                      ખુશિયાં સારી આજ ઘર આંગન,
સંપન્ન કારજ કર જાઓ,
                    આવોજી મારા ગણપતિ દેવા,
 શુભ અવસર ઘર આયો,

    ગણેશ સ્તુતિ 

ગણેશ પાટ બેસાડીએ || Ganesh Pat Besadiye Lyrics || Lagna Geet Lyrics

ગણેશ પાટ બેસાડીએ, ભલા નીપજે પકવાન
સગા  સંબંધી  તેડીએ, જો પુજ્યાં હોય મોરાર...

જેને તે આંગણ પીપળો, તેનો તે ધન્ય અવતાર
સાંજ  સવારે  પૂજીયે, જો પુજ્યાં હોય મોરાર...

જેને તે આંગણ ગાવડી, તેનો તે ધન્ય અવતાર
સાંજ  સવારે દોહી વળે,  જો પુજ્યાં હોય મોરાર...

જેને તે આંગણ  દિકરી,  તેનો તે ધન્ય અવતાર
સાચું સુરયુ ધન વાપરે,  જો પુજ્યાં હોય મોરાર...

જેને  તે  પેટે  દીકરી,  તેનો તે ધન્ય અવતાર
વહુ  વારુ  પાયે  પડે,  જો પુજ્યાં હોય  મોરાર...

વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય || Vighaneswaray Varday Lyrics || Lagna Geet Lyrics

વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય,
લંબોદરાય સકલાય જગદ્વિતાય ,
નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભુષિતાય,
ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે  ।।

વક્ર્તુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભઃ
નિરવિઘ્નમ કુરૂમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા ।।

સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે,
શરણે ત્રમ્બકે ગૌરી નારાયણી નમઃ સ્તુતે  ।।

યા દેવી સર્વંભુતેષુ  વિધા રૂપેણ સંસ્થિતા,
નમઃ સ્તશ્યે નમઃ સ્તશ્યે નમઃ સ્તશ્યે નમો નમઃ ।।