Sunday, May 5, 2019

મામા મામી આજ આવ્યા લઈ || Mama Mami Aaj Lyrics || Lagna Geet Lyrics

મામા મામી આજ આવ્યા લઈ
મોસાળું   લઈ  આવ્યા,...
ભર્યું મામાએ મોસાળું ઘણા હોંશથી
ભર્યું મામીએ મોસાળું ઘણા ઠાઠથી

આજે,......ના મામાં આવ્યા છે સામા
ભર્યું મામાએ મોસાળું ઘણા હેતથી
ભર્યું મામીએ મોસાળું ઘણા હોંશથી

મામા મામી આજ આવ્યા લઈ
મોસાળું  લઈ  આવ્યા,...
ભર્યું મામાએ મોસાળું ઘણા હોંશથી

આવી રુડી મોસાળાની છાબ || Aavi Rudi Mosada Ni Chhab Lyrics || Lagna Geet Lyrics

આવી રુડી મોસાળાની છાબ,..
મામેરા લાવ્યાઘણા હોંશથી રે લોલ (2)

મામા લાવ્યા હીરાનો સેટ (2)
મામીએ આપ્યા રૂડા હેતથી રે લોલ
આવી રુડી મોસાળાની છાબ,..

માસી લાવ્યા સોનાનો હાર (2)
એમણે ઘડાવ્યા મોંઘા મુલના રે લોલ
આવી રુડી મોસાળાની છાબ,..

પહેરો પહેરો બેનીરે આજ (2)
અમર રહે ચૂડી ચાંદલો રે લોલ
આવી રુડી મોસાળાની છાબ,..